શહેરને પણ ટક્કર મારે છે ભાવનગરનું લાખણકા ગામ
Get The Look
ગુજરાતમાં સ્માર્ટ વિલેજ યોજનાની શરુઆત કરવામાં આવી છે.
જેમાં ભાવનગરનાં લાખણકા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અહીં ચોખ્ખા-ચણાક રસ્તાઓ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, ત્રીસેય દિવસ પીવાના પાણીનો પુરવઠો મળે છે.
આ સાથે આધુનિક આરોગ્ય કેન્દ્ર, સોલાર સ્ટ્રીટ, લાઈટ, સ્માર્ટ ક્લાસરુમવાળી શાળા, ગ્રામ વાટિકા, વગેરેનો સમાવેશ થાય છે.
3500થી 4000 લોકોની વસ્તી ધરાવતું લાખણકા ગામ અલંગથી 18 કિ.મી. દૂર છે.
આ ગામમાં પ્રવેશતા જ સ્વચ્છતા તમારું મન મોહી લે છે.
આર.સી.સી. રસ્તા તમારું ગામમાં સ્વાગત કરવા રાહ જોતા હોય તેવા ભાસે છે.
આરોગ્ય કેન્દ્ર આજુબાજુના છ થી વધુ ગામોને આરોગ્ય સેવા પૂરી પાડે છે.
ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરી ગામથી દૂર ડમ્પિંગ સાઈટ પર તેનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા પણ છે.
શિક્ષણ માટે. ધો. 1થી 8 સુધીની સ્માર્ટ કલાસરૂમ ધરાવતી શાળા આકર્ષણનું કેન્દ્ર છે.
ગામમાં 70,000 લિટરની ઓવરહેડ ટાંકી તથા અંડર ગ્રાઉન્ડ 1,50,000 લીટરનો સંપ આવેલો છે.
જેથી લોકોને નિયમિત અને સતત પીવાનું પાણી મળી રહે છે.
ગામમાં મુખ્ય રોડ પર CCTVની સુવિધા સાથે રાત્રે અંધકારમાં સોલાર સ્ટ્રીટ લાઇટથી ગામ ઝળહળી ઉઠે છે.
ગામ લોકો લાઇટબિલ અને વેરા ભરી શકે તે માટે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે.
મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતી લાખણકા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મહિને 5500 લીટર દૂધના ઉત્પાદન સાથે સ્વનિર્ભરતાના રસ્તે અગ્રેસર છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...