શરીરનું સૌથી મોટું અંગ કયું હોય છે?
પોતાના શરીર વિશેની કેટલીક બાબતો એવી છે જેનાથી આપણે અજાણ હોઈ શકીએ છીએ
સ્કૂલમાં શરીરની રચના અને અંગો વિશે ભણાવવામાં આવતું હોય છે, પરંતુ તે સમય જતા ભૂલી જવાય છે
શરીરની આંતરિક અને બાહ્ય સંરચના આપણે ભણી હશે પરંતુ એક સવાલનો જવાબ બહુ
ઓછાને ખબર હશે
અહીં સવાલ એવો છે કે આપણા શરીરનું એ કયું અંગ છે જે સૌથી મોટું માનવામાં આવે
છે
આપણી શરીરના માસને ઢાંકતી ચામડી જ શરીરનું સૌથી મોટું અંગ મનાય છે
શરીરના કુલ વજનમાંથી 16 ટકા વજન માત્ર ચામડીનું જ હોય છે જેનાથી આખું શરીર ઢંકાયેલું છે
ચામડીનું કામ શરીરમાં બેક્ટેરિયા અને ગંદકીને જતી રોકવાનું અને તાપમાન
નિયંત્રણમાં રાખાનું હોય છે
એપિડર્મિસ, ડર્મિસ અને સબ્કયુટેનિયસ ટિશ્યુ ચામડીના મુખ્ય ત્રણ લેયર છે
તડકો ચામડીના સંપર્કમાં આવ્યા પછી શરીરને તેનાથી વિટામિન ડી મળે છે