ભારતનું છેલ્લું રેલ્વે સ્ટેશન સિંઘબાદ રેલ્વે સ્ટેશન માનવામાં આવે છે.
આ સ્ટેશનની ખાસિયત એ છે કે આ જગ્યાએ કોઈ ટ્રેન રોકાતી નથી.
સિંઘબાદ સ્ટેશન ભારત, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પર આવેલું છે.
આ કોઈ મોટું સ્ટેશન નથી, પણ બ્રિટિશ કાળ દરમિયાન બનેલું જૂનું સ્ટેશન છે.
માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલું આ સ્ટેશન પર બધું જ એવું જ છે જેવું અંગ્રેજોએ છોડ્યું હતું.
ભારત-પાકિસ્તાનના ભાગલા પછી આ સ્ટેશન ઉજ્જડ થઈ ગયું, ત્યારબાદ 1978માં આ રૂટ પર માલગાડીઓ દોડવા લાગી.
2011માં કરારમાં સુધારાને કારણે નેપાળ પણ તેમાં જોડાયું અને ત્યાંથી ટ્રેનો પણ અહીંથી પસાર થવા લાગી.
અહીં બહુ ઓછા રેલ્વે સ્ટાફ છે જે આ સ્ટેશનની શાંતિ તોડે છે, નહીં તો અહીં શાંતિ પસરેલી હોય છે.
સિંઘબાદ સ્ટેશનના નામની સાથે 'ભારતનું છેલ્લું સ્ટેશન' પણ બોર્ડ પર લખેલું છે.