રક્ષાબંધને બનાવો ઈકોફ્રેન્ડલી! આ સંસ્થા ગોબરમાંથી બનાવે છે રાખડી

ગ્રામીણ સભ્યતામાં ગાયનો એક વિશેષ સ્થાન હોય છે.

આ સ્થાનને આજની શહેરી સભ્યતામાં પણ અકબંધ રાખવા કચ્છની સંસ્થા પ્રયત્ન કરે છે.

કુકમા ગામની રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગોબર અને ગૌમુત્રમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. 

છેલ્લાં 7 વર્ષથી આ સંસ્થા ગોબરમાંથી સંજીવની રાખડી બનાવે છે.

આ રાખડી લોકોનું આકર્ષણ બનેલી છે તેમજ દેશભરમાં તેની સારી માંગ પણ છે. 

હિન્દુ ધર્મમાં માતાનો સ્થાન મેળવનાર ગાયના ગોબર અને ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે.

આ બન્ને વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે.

ગોબર વડે બનેલી રાખડી ઉર્જા આપે છે. તો સાથે જ પર્યાવરણને પણ બચાવે છે તેવું સંસ્થાનું માનવું છે.

સંસ્થાના ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં ગાયનું ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ રહેલુ જ છે પરંતુ સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ મહત્વ છે.

રક્ષાબંધન જેવા ધાર્મિક તહેવારોમાં પ્લાસ્ટિકનું વપરાશ કરવા સામે લોકો પણ ગોબરની રાખડી વાપરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનેલી આ રાખડીને સંજીવની રાખડી નામ અપાયું છે, જેની કિંમત 32 રૂપિયા રખાઈ છે. 

આ રાખડી બનાવવા પાછળ સંસ્થાનો એવો ઉદ્દેશ્ય છે કે ગોબરની રાખડી માનવ શરીરને ઊર્જા આપે અને સાથે જ ગોબર પ્રત્યે લોકોમાં જાગૃતિ વધતા વધુને વધુ લોકો ગોબરનો ઉપયોગ કરે. 

જે લોકો ગોબરનો પ્રત્યક્ષ ઉપયોગ નથી કરી શકતા તે લોકો પરોક્ષ રીતે ગોબર ક્રાફટ વડે ગોબરનો ઉપયોગ કરી શકે છે.

આ સંજીવની રાખડી પ્રત્યે લોકો પણ હવે આકર્ષાઈ રહ્યા છે. ગત વર્ષે ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા ઓર્ડર થકી ત્રણ હાજર જેટલી રાખડી વેંચાઈ હતી. 

ત્યારે આ વર્ષે આવતા ઓર્ડર મુજબ વેચાણ પાંચ હજારની પાર થાય તેવો અંદાજો સંસ્થા દ્વારા બંધાયો છે. 

આ માટે અત્યારથી જ છ હજાર જેટલી રાખડી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો