હિન્દુ ધર્મમાં સવાર-સાંજ ભગવાનની પૂજા કરવાનું વિધાન છે.
આવું કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે.
યોગ્ય દિશા અને સમયે દીવો પ્રગટાવવાથી વિશેષ લાભ મળે છે.
દરરોજ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે.
માન્યતા છે કે તેલના દીવાને હંમેશા જમણા હાથ તરફ જ રાખવો જોઇએ.
તેને ભગવાનની પ્રતિમાની બિલકુલ સામે જ પ્રગટાવવો જોઇએ.
દીવો પ્રગટાવતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે દીવો બુઝાઇ ન જાય.
હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન દીવો બુઝાઇ જવો અશુભ માનવામાં આવે છે.