ગણેશજીનું આ સ્વરુપ જોઈ થઈ જશો ધન્ય!
ગણેશોત્સવને લઈને ગણેશ ભક્તો મૂર્તિને લઈને ખુબ જ સંવેદનશીલ હોય છે
તેથી ત્રણથી પાંચ મહિના પહેલા જ તેને બનાવવાના કન્સેપ્ટ ઉપર તૈયારી કરતા હોય છે.
ત્યારે જૂજ જોવા મળતા સ્કેચ આર્ટિસ્ટોના મતે આ વર્ષે ગણેશ શાસ્ત્ર પરથી સ્કેચ તૈયાર કરાવડાવી રહ્યા છે.
આર્ટિસ્ટ દ્વારા અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવતી હોય છે.
ગણેશોત્સવ વખતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે ત્યારે સૌથી પહેલું ધ્યાન લોકો એ રાખે છે કે, તેમની મૂર્તિ બધાથી અલગ હોય.
એટલે જ ગણેશોત્સવ વખતે માત્ર મૂર્તિની જ નહી પરંતુ સ્કેચ આર્ટિસ્ટની પણ એટલી જ માંગ જોવા મળતી હોય છે.
આર્ટિસ્ટ અલગ-અલગ થીમ પર સ્કેચ તૈયાર કરે છે અને ત્યાર પછી જ શિલ્પકાર મૂર્તિ બનાવે છે.
મોટેભાગે ગણેશ ભક્તો માયથોલોજીને આધારે મૂર્તિઓની ડિમાન્ડ કરતા હોય છે.
જેમાં પણ ખાસ કરીને ગણેશ શાસ્ત્રો અનુસાર મૂર્તિ બનાવડાવી રહ્યા છે.
અનેક જગ્યાથી સ્કેચ આર્ટિસ્ટને ઓર્ડર મળી રહ્યા છે.
આ અંગે સ્કેચ આર્ટિસ્ટ અંકિત સેલરે જણાવ્યું હતું કે, ગણપતિજીની સ્કેચ માટે નવી ડિઝાઈન મેળવવા માટે મને મારા ગુરુજીએ ગણેશ પુરાણ વાંચવાનું કહ્યું હતું.
ત્યારબાદ મોટેભાગે હું શાસ્ત્રોને આધારે જ સ્કેચ બનાવું છું. આ વર્ષે સુરત, નવસારી અને મુંબઈથી પણ ઓર્ડર આવ્યા છે.
ગણેશજી બેઠકને સિંહાસન કહેવાય છે અને તેના પાછળના ભાગને પ્રભાવલી કે પ્રભાવલ કહેવાય છે.
હમણાં લોકોની ડિમાન્ડ વધારે એવી હોય છે કે પ્રભાવલમાં ફિગર એટલે કે મૂર્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો