બેંક ખાતું ખાલી થાય તે પહેલા લોક કરાવી દો આધાર કાર્ડનું આ ઓપ્શન

દેશ અને દુનિયામાં ટેક્નોલોજીના વ્યાપથી સગવળો વધી છે. જોકે, તેના કેટલાક નકારાત્મક પાસાં પણ છે, જેમાં સૌથી મોખરે પૈસાની છેતરપિંડી છે.

ત્યારે આજકાલ આધારકાર્ડ સ્કેમ વિશે ખૂબ સાંભળવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર લોકો આધારકાર્ડ ધારકોને ચેતવી રહ્યા છે.

આ સ્કેમમાં સ્કેમર્સ Aadhaar-enabled Payment System (AePS) દ્વારા તમારું બેન્ક એકાઉન્ટ સફાચટ કરી દે છે. 

MORE  NEWS...

Maggi બનાવતી કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બનશે

Gpay વાપરતા લોકોને જલસાં! હવે દિવાળીમાં પેટ ભરીને ખર્ચો કરો, 111 રૂપિયાની EMI પર મળશે લોન

દિવાળી પહેલા જ કંપનીએ ફોડ્યો સૂતળી બોમ્બ, રોકાણકારોને 1 શેર પર આપશે 140 રૂપિયાનું ડિવિડન્ડ

આ સ્કૅમની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં કોઈ OTPની જરૂરત પણ નથી રહેતી.

સ્કેમર માત્ર તમારા ફિંગરપ્રિન્ટ ડેટાનો એક્સેસ મેળવીને તમારો આધાર નંબર સાથે જે બેન્ક એકાઉન્ટ લિંક થયેલ છે, તેમાંથી રૂપિયા ઉપાડી શકે છે.

આ સ્કેમ કરનારા લોકો તમારો આધાર નંબર સાયબર કાફે, ઝેરોક્ષની દુકાન અને હોટેલ્સ જેવા સ્થળોથી ચોરે છે. 

મેળવેલી ફિંગરપ્રિન્ટ્સને તેઓ સિલિકોન થમ્બ્સ પર છાપે છે અને તેની મદદથી AePS દ્વારા પૈસા ઉપાડી લે છે.

આ સ્કૅમથી બચવા માટે આધારકાર્ડ ધારકોએ સૌપ્રથમ mAadhaar એપ્લિકેશન અથવા UIDAI પર જઈને બાયોમેટ્રિક ડેટાને લોક કરવો જરૂરી છે. 

દરેક આધારકાર્ડ ધારકો માટે AePS ઓન હોય છે, જેના કારણે બાયોમેટ્રિક ડેટા પણ આપોઆપ અનલોક હોય છે. જેથી યુઝર્સે તેને લોક કરવું આવશ્યક છે.

- mAadhaar એપ ખોલો અને યુઝર Id અને પાસવર્ડ નાંખીને એપમાં લોગ ઈન કરો. - હવે પ્રોફાઇલ પર ક્લિક કરો. - એપ્લિકેશનના ઉપરના જમણા ખૂણે આપેલા મેનૂ ઓપ્શન પર ટેપ કરો. - હવે 'Biometric Settings' પર ક્લિક કરો. - ત્યારબાદ 'Enable Biometric Lock' ઓપ્શન પર ટિક કરો. - હવે 'OK' પર ટેપ કરો, હવે તમને આધારમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. - OTP દાખલ કર્યા બાદ બાયોમેટ્રિક ડિટેલ્સ તરત જ લોક થઈ જશે.

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.