ભાજપના ભોલાનાથે UPના મછલીશહરથી 181 મતોના માર્જિનથી સૌથી નાની જીત નોંધાવી હતી.

તૃણમૂલ કોંગ્રેસના અપરૂપા પોદ્દારે બંગાળના અરામબાગથી 1142 મતોની સરસાઈથી જીત મેળવી હતી.

ઝારખંડના ખુંટીથી ભાજપના અર્જુન મુંડાએ તેમના હરીફને 1445 મતોના મામૂલી અંતરથી હરાવ્યા હતા.

કર્ણાટકના ચામરાજનગરથી ભાજપના વી. શ્રીનિવાસ પ્રસાદ 1817 મતોની સરસાઈથી જીત્યા હતા.

BJP એસએસ આહુલવાલિયાએ બંગાળના બર્ધમાન દુર્ગથી 2439 મતોની સરસાઈથી જીત મેળવી હતી.

નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રદેશ સીઆર પાટીલ સૌથી મોટા માર્જિનથી (6,89,668) જીત્યા હતા.

BJPના સુભાષ બહેડિયાએ ભીલવાડા બેઠક પર બીજા ક્રમે 6,12,000 મતોથી જીત મેળવી હતી.

વડોદરા બેઠક પરથી ભાજપના રંજનબેન ભટ્ટે 5,89,177 મતોથી જીત મેળવી હતી.

પ્રવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી ભાજપની ટિકિટ પર 5,78,486 મતોથી જીત્યા હતા.

ગાંધીનગર બેઠક પરથી ગૃહ મંત્રી અમિત શાહ 5,57,014 મતોથી જીત્યા હતા.