ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઇથી જીત મેળવી હતી.
વાવની એક દીકરી સંગીતા ઠાકોરના લગ્ન યાદગાર બની ગયા હતા. ગેનીબેન ઠાકોર હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે પણ કદાચ હું જીવી શકું તેમ નથી.
તે સમયે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ અને તે બાદ તે માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી.
ડ્રાય સ્ટેટ તરીકે ‘ઓન પેપર’ ઓળખ ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો બેફામ થાય છે તેમાં કોંગ્રસેના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે જનતા રેડ કરીને સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો હતો.
તેમણે ધુળેટીની વહેલી સવારે 3 વાગ્યે સમર્થકો સાથે મળી દારૂ ભરેલ ગાડી ઝડપી હતી અને સ્થળ પર તેમનો નાશ કર્યો હતો. આ પૂરા મામલામાં હવે વહીવટીતંત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા.
હકીકતમાં દારૂનો ગેરકાયદે ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ રીતે ધારાસભ્ય સામે ગુનો નોંધાતા હવે કોંગ્રેસ આ પૂરા મામલે આંદોલનના મૂડમાં હતા.
ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને 174 સ્થળો પર પોલીસે રેડ પાડી હતી.