ચોમાસામાં કચ્છ જિલ્લો ઠેર ઠેર હરિયાળી વચ્ચે લીલોછમ બની જાય છે
વરસાદમાં કચ્છના ગ્રામીણ વિસ્તારોની સુંદરતા અનેક ગણી વધી જાય છે
કચ્છના દસ તાલુકાઓમાંથી નખત્રાણા સૌથી વધારે લીલોછમ વિસ્તાર કહેવાય છે
તેમાં પણ ચોમાસાની ઋતુમાં નખત્રાણા તાલુકામાં ઠેર ઠેર હરિયાળી પથરાય છે
ઘાસિયા મેદાન વચ્ચે વહેતી નાની મોટી નદીઓ પ્રાકૃતિક સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે
બાલાચોડ મોટી ગામ તરફના રસ્તે ફોટ મહાદેવ પહોંચી શકાય છે
આ સ્થળે ભગવાન શિવનું એક પૌરાણિક મંદિર આવેલું છે
મંદિરની પાછળથી જ એક નદી વહે છે. જે ચોમાસામાં જીવંત થતા સુંદર વાતાવરણ સર્જે છે
મંદિરની છત પરથી આ સુંદર સ્થળનો નયનરમ્ય નજારો જોઈ શકાય છે
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો