દુર્ગા અષ્ટમી પર કરો જવના આ ઉપાય, દૂર થશે બધા દુઃખ
નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીમાં માતા ભગવતીના નવ રૂપોની પૂજાથી તમામ મનોકામના પુરી થાય છે.
નવરાત્રીની અષ્ટમી તિથિ સૌથી મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે જો તમે વર્ષમાં કોઈ વ્રત નથી કરતા પરંતુ અષ્ટમીનું વ્રત કરવાથી બધા કષ્ટ સમાપ્ત થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે.
દુર્ગા માતાને પ્રસન્ન કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. જો તમને ધનનું નુકસાન થઇ રહ્યું છે, માતા લક્ષ્મી તમારાથી નારાજ છે તો અષ્ટમીની રાતે આ ટોટકો કરવાથી બધી સમસ્યા દૂર થશે. તો ચાલો જાણીએ જ્યોતિષચાર્ય પાસે.
MORE
NEWS...
30 વર્ષ બાદ દશેરા પર રચાઈ રહ્યા દુર્લભ રાજયોગ, આ રાશિઓ પર રહેશે શનિની કૃપા
2024 સુધી મંગળ રહેશે અસ્ત, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન
આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે ધનની દેવી મહાલક્ષ્મી,
માતા પાર્વતી, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના ત્રણ સ્વરૂપો એકસાથે મળી મા દુર્ગા બન્યા છે. તેથી નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
નવરાત્રીની અષ્ટમીને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ વર્ષે અષ્ટમી વ્રત 22મી ઓક્ટોબરે મનાવવામાં આવશે. નવરાત્રીમાં પણ જવનો ઉપયોગ કરવામાં આવે છે.
જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તે દુર્ગા અષ્ટમીની રાત્રે જવને લગતા કેટલાક ટોટકા કરે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તેનું ભાગ્ય બદલાઈ જશે.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દુર્ગા અષ્ટમીની રાત્રે સૂતા પહેલા એક મુઠ્ઠી જવ લો, તેને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો.
આ સાથે જ દુર્ગા અષ્ટમીના દિવસે બ્રાહ્મણને જવનું દાન કરો. અષ્ટમીની રાત્રે જવ સંબંધિત આ યુક્તિ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે.
આ વર્ષે દુર્ગા અષ્ટમીનું વ્રત 22 ઓક્ટોબરે રાખવામાં આવશે. આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06.26 થી સાંજે 06.44 સુધી છે. રવિ યોગ સાંજે 06:44 થી બીજા દિવસે સવારે 06:27 સુધી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
MORE
NEWS...
30 વર્ષ બાદ દશેરા પર રચાઈ રહ્યા દુર્લભ રાજયોગ, આ રાશિઓ પર રહેશે શનિની કૃપા