ભારતીય યુવક લાવ્યો ચીની દુલ્હન, આવી રીતે થયા લગ્ન
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ભોજદારીનો રાહુલ હાંડે નોકરી માટે ચીન ગયો હતો.
ચીનમાં યોગ શીખવતી વખતે રાહુલ હાંડેની દોસ્તી શાન યાન ચાંગ સાથે થઈ હતી.
બાદમાં બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ હંમેશા સાથે રહેવાનો નિર્ણય કર્યો.
બંનેએ ચીનમાં રજિસ્ટર્ડ લગ્ન કરી લીધા. બાદમાં પરંપરાગત રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
હવે ચીનની દીકરી અહમદનગરની વહુ બની ગઈ છે. બંનેના લગ્ન હાલમાં જ સંપન્ન થયા છે.
ચીનમાં લગ્નની નોંધણી બાદ રાહુલ અને શાન યાન ચાંગ પોતાના ગૃહનગર આવી ગયા છે.
બંનેએ પરિવારની હાજરીમાં પરંપરાગત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે ફરીથી લગ્ન કર્યાં છે.
શાન યાન ચાંગ રાહુલના ગૃહનગર સંગમનેરનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને ખૂબ ખુશ થઈ હતી.
ચીનમાં 15 મિનિટમાં લગ્ન સંપન્ન થયા હતા. ભારતમાં પાંચ દિવસ લગ્નની વિધિ ચાલી હતી.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો