1 શેર પર મળશે 110 રૂપિયા ડિવિડન્ડ, ક્યારે છે રેકોર્ડ ડેટ?

બજાજ ગ્રુપની કંપની મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડે ગુરુવાર 12 સપ્ટેમ્બરના રોજ તેની બોર્ડ મીટિંગમાં 110 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ નાણકીય વર્ષ 2024 માટે 60 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં 110 રૂપિયાનું એક અન્ય ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર સ્કૂટર્સ દ્વારા જાહેર ડિવિડન્ડ 10 ઓક્ટોબર 2024 કે તેની આસપાસ આપવામાં આવશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

મહારાષ્ટ્ર સ્કૂટર્સ ઓટોમોબાઈલ પાર્ટસ અને ઉપકરણોના નિર્માણના કાર્યમાં સામેલ છે. કંપની ટૂ વ્હીલ અને થ્રી વ્હીલર વાહનો માટે પ્રેશર ડાઈ કાસ્ટિંગ ડાઈ, જિગ્સ અને ફિક્સચર ઉત્પાદન બનાવે છે. 

બજાજ ગ્રુપની આ કંપનીના શેર ગત 6 મહિનામાં 43 ટકા સુધી વધ્યા છે. કંપનીની માર્કેટ કેપ 12,000 કરોડ રૂપિયા છે. 

મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડના શેરોની 52 સપ્તાહની હાઈ 10,587.05 રૂપિયા પ્રતિ શેર અને 52 સપ્તાહની નીચી સપાટી 6,732.10 રૂપિયા પ્રતિ શેર છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.