મહાશિવરાત્રી પર શિવજીની પૂજામાં આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર...

મહાશિવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ તિથિ ભગવાન ભોલેનાથની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

મહાદેવ અને માતા ગૌરીને પ્રસન્ન કરવા માટે ભક્તગણ વિધિ-વિધાન અને સાચા મનથી શિવરાત્રીની પૂજા અને ઉપાસના કરે છે.

મહાશિવરાત્રીના દિવસે રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

MORE  NEWS...

આવનારા 10 મહિના આ રાશિઓ માટે રહેશે વરદાન સમાન, શનિ અપાવશે પ્રોફિટ

આ 5 છોડને ઘરમાં જરૂર લગાવો, થશે ધન વર્ષા; નહિ બગડે કોઈ પણ કામ

મહાશિવરાત્રી પર રાશિ અનુસાર કરો આ મહાઉપાય, વરસશે મહાદેવની કૃપા

આજે અમે તમને જણાવી દઈએ કે રુદ્રાભિષેક અથવા જળાભિષેક કરતી સમયે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

તો ચાલો જાણીએ શિવજીની પૂજાના નિયમો અને માન્યતાઓ અંગે.

રુદ્રાભિષેક અથવા જળાભિષેક કરતી સમયે દિશાનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિવલિંગનો જળાભિષેક કરતી સમયે દક્ષિણ દિશા તરફ ઉભા રહો.

શિવલિંગ પર ધીરે ધીરે જળ અર્પિત કરવું જોઈએ. સાથે જ જળ ચઢાવતી સમયે શિવ મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

શિવલિંગ પર જળ અર્પિત કરતી સમયે ચાંદી, કાંસુ અને પીતળના લોટાનો ઉપયોગ કરવો જોઈએ.

ત્યાં જ શિવલિંગ પર તુલસી અને હળદર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે, તો ભૂલથી પણ આવું ન કરવું 

શિવલિંગ પર ચઢાવેલું જળ ખુબ પવિત્ર હોય છે, એટલા માટે એને ઓળંગવું શુભ માનવામાં આવતું નથી.

આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવશે. ફાગણ માસની ચતુર્દશીની તિથિનો આરંભ 8 માર્ચ 2024ની રાતે 9 વાગ્યાને 57 મિનિટથી થશે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આવનારા 10 મહિના આ રાશિઓ માટે રહેશે વરદાન સમાન, શનિ અપાવશે પ્રોફિટ

આ 5 છોડને ઘરમાં જરૂર લગાવો, થશે ધન વર્ષા; નહિ બગડે કોઈ પણ કામ

મહાશિવરાત્રી પર રાશિ અનુસાર કરો આ મહાઉપાય, વરસશે મહાદેવની કૃપા