આ રીતે બનાવો Masala Lemon Tea, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ખાસ

મોટાભાગના લોકોને લેમન ટી પીવી ગમે છે. કારણ કે તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં સા રી છે. લેમન ટી પીવાના ઘણા ફાયદા છે.

લેમન ટીમાં વિટામિન સી, રિબોફ્લેવિન, વિટામિન બી-6, વિટામિન ઇ, થિયામીન, નિયાસિન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને ટેસ્ટી લેમન ટીની રેસિપી વિશે જણાવીશું. જો તમે તેને એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે.

લેમન ટીમાં પાણી, ખાંડ અને ચાની પત્તીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ચામાં લીંબુ મહત્વની ભૂમિકા ભજવે છે, તમે તેને શિયાળામાં પી શકો છો અને શરદીની સ્થિતિમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

સામગ્રી પાણી - 4 કપ ખાંડ - 5 ચમચી ચા પત્તી - અડધી ચમચી કરતા ઓછી જીરું - 1 ચમચી સ્વાદ મુજબ આદુ અડધી ચમચી સાદું મીઠું કાળું મીઠું - 1 ચમચી જીરું પાવડર - 1 ચમચી લીંબુ-1

સૌ પ્રથમ ચાર કપ પાણી લો અને તેને એક તપેલીમાં નાખી ગેસ પર ઉકળવા માટે રાખો. હવે પાણીમાં ચા પત્તી, જીરું અને આદુ નાખીને થવા દો.

જ્યારે ચા થવામાં 2 મિનિટ બાકી હોય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને બરાબર થવા દો. હવે ગેસ બંધ કરી દો.

ચા તૈયાર થાય એટલે ઉપર લીંબુ નીચોવી અને પછી મીઠું અને સાદું મીઠું નાખો. હવે તેને એક કપમાં ગાળી લો, તેના પછી ઉપર જીરું પાવડર નાખો અને પરિવાર સાથે ચાનો આનંદ લો.

આ ખાટી-મીઠી ચા પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.