ઘરે બનાવો ટેસ્ટી લીચી શરબત

આ લીચીની સીઝનમાં આ લીચીનો સીરપ બનાવી આખું વર્ષ પણ સાચવી શકાય છે. 

ચાલો જાણીએ લીચીના સીરપમાંથી રોઝ લીચી શરબત કેવી રીતે બનાવવું.

સૌથી પહેલાં ખાંડ અને પાણીને ગરમ કરીને ખાંડની ચાસણી બનાવો.

ગરમ થયા બાદ તેમાં એક ચપટી મીઠું નાખવું.

ચાસણી થોડી ગરમ થયા બાદ તેમાં લીચીને પીસીને લીચીનો શરબત બનાવી નાખવું.

આ લીચીના શરબતને એક કપમાં કાઢી તેમાં એક નંગ લીંબુનો રસ નાખવો.

આમ, આ લીચીનો સીરપ બની ગયા બાદ તેને એક કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી રાખો.

આ સીરપમાંથી વિવિધ જાતના શરબત પણ તૈયાર થાય છે. 

આજે આપણે આમાંથી રોઝ લીચીનો શરબત બનાવીશું.

એક કાચના ગ્લાસમાં પાંચથી છ ટુકડા બરફના નાખવા.

આ ગ્લાસમાં પાંચ છ ચમચી જેટલું રોજનું શરબત નાખવું.

ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું લીચીનું સીરપ નાખવું.

આ ગ્લાસમાં ઠંડુ પાણી નાખવું આમ, આ સીરપમાંથી રોઝ લીચીનો શરબત બની શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો