આટલું Setting કરી દો, પછી ક્યારેય મોબાઈલ પર નહીં જોવા મળે Ads

આજકાલ ફોનથી બધા જ કામ શક્ય છે. ડિજીટલ પેમેન્ટથી લઈને શોપિંગ સહિત ઘણા કામ મોબાઈલ ફોનથી બહુ જ સરળ થઈ ગયા છે.

જો કે, ઈન્ટરનેટ સર્ફિંગ દરમિયાન ઘણા પોપ અપ એડ્સ આપણને ઘણા પરેશાન કરે છે. ઘણીવાર રિઝલ્ટ્સથી વધારે એડ્સ જોવા મળે છે. એવામાં લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

જો તમે પણ મોબાઈલ ફોન્સ પર આવનારી આ એડ્સથી પરેશાન હોવ, તો આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવીશું, જેની મદદથી તમે આ એડ્સને હંમેશા માટે બ્લોક કરી શકો છો.

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

સ્ટેપ-1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનના સેટિંગ્સ ઓપ્શન પર જાઓ.

સ્ટેપ-2. સેટિંગમાં જઈને પ્રાઈવેટ DNS ટાઈપ કરીને સર્ચ કરવું પડશે. સર્ચિ કરતા જ આ વિકલ્પ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થઈ જશે.

સ્ટેપ-3. પ્રાઈવેટ DNSના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને ત્રણ ઓપ્શન દેખાશે. આમાં ઓફ, ઓટો અને પ્રાઈવેટ DNS પ્રોવાઈડર હોસ્ટ નેમ હશે.

સ્ટેપ-4. આમાંથી તમને પ્રાઈવેટ DNS પ્રોવાઈડરના હોસ્ટ નેમના વિકલ્પની પસંદગી કરવાની છે. અહીં તમને તમારે DNS હોસ્ટ નેમ પ્રોવાઈડર નોંધ કરવા માટે એક કોલમ દેખાશે.

સ્ટેપ-5. આ બોક્સમાં કોટ્સ અને હિટ સેવ વગર 'dns.adguard.com' ટાઈપ કરીને દાખલ કરવું પડશે. ત્યારબાદ તમારો ફોન adguardના DNS સર્વરનો ઉપયોગ કરશે.

આ સ્ટેપ્સને ફોલો કર્યા બાદ તમારે ઈન્ટરનેટ પર કોઈ પણ વેબસાઈટ કે એપ પર વિજિટ દરમિયાન પોપ-અપ એડ્સ નહીં જોવા મળે. આ વાતનું ધ્યાન રાખો કે, આ ટ્રિક યૂટ્યૂબ અને સ્પોટિફાઈ જેવા પ્લેટફોર્મ પરની જાહેરાતોને બ્લોક કરી શકતી નથી.

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.