એક
વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની, બેંકમાં અચાનક ₹25 કરોડ આવ્યા અને..
ડર્બીશાયરના માઈકલ કાર્પેન્ટર 2022માં અચાનક કરોડપતિ બની ગયા.
તેઓ નિવૃત્ત છે અને સ્ટૉક ફર્મ Hargreaves Lansdowneમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
એક સવારે તેઓ જાગી ગયા અને જોયું કે શેરોએ તેમને 2,200 ટકા વળતર આપ્યું છે.
રાતોરાત રૂપિયા વધીને 25 કરોડ રૂપિયા થઈ ગયા. માઈકલને શરૂઆતમાં વિશ્વાસ ન આવ્યો.
તેમણે વિચાર્યું કે કોઈપણ સ્ટોક ભલે ગમે તેટલો સારો હોય, તે આટલો વધી શકે નહીં.
તેમણે હરગ્રીવ્સ લેન્સડાઉનને સીધો ફોન કર્યો અને તેમને બધું કહ્યું.
તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના ખાતામાં ભૂલના કારણે રકમ દેખાતી હતી.
કંપનીએ કહ્યું કે, સ્ટોક સંબંધિત રકમ ગ્રાહકના ખાતામાં ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે.
પછી આ ભૂલ સુધારાઈ અને માઈકલનું વર્લ્ડ ટૂર પર જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.