નકામી સમજીને ફેંકતા નહીં! આટલી ગુણકારી છે કેરીની ગોટલી

ગરમીની સીઝન શરૂ થઇ ચુકી છે અને તેની સાથે જ દરેક ઘરમાં કેરીની ડિમાન્ડ શરૂ થઇ ચુકી છે. 

કેટલાંક લોકોને કેરીનો રસ ખાવાનો ખૂબ શોખ હોય છે તો કેટલાંક લોકો કેરી સમારીને ખાવાનું પસંદ કરે છે. 

પરંતુ તેની ગોટલી કોઇને પસંદ નથી હોતી. આજે અમે તમને જણાવીશું કે કેરીની ગોટલીના કેટલા ફાયદા છે. 

જેને જાણીને તમને સમજાશે કે અત્યાર સુધી ગોટલીઓ ફેંકીને તમે કેટલી મોટી ભૂલ કરી છે. 

ચાલો જાણીએ કેરીની ગોટલીના ફાયદા અને તેના યુઝ વિશે. 

MORE  NEWS...

ફ્રિજમાં રાખવા છતાં લીંબુ સુકાઇ જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે તાજા

રોજ આ સમયે નાભિમાં લગાવો 2 ટીપાં ઘી, ચહેરા પર આવશે ગજબ નિખાર, જાણો અન્ય ફાયદા

ગરમીમાં ઘણીવાર ડાયેરિયાની સમસ્યા થાય છે. તેવામાં કેરીની ગોટલીનો પાવડર બનાવીને ખાવાથી આરામ મળે છે. તે ડાયેરિયા જેવી બીમારી દૂર કરી શકે છે. 

Diarrhea

કેરીની ગોટલીના પાવડરમાં અનાલિજેસિક ગુણ હોય છે. તે પેટના દુખાવાથી લઇને મહિલાઓના પીરિયડ્સ સમયે થતા દુખાવાને ઓછો કરવામાં કારગર છે.

Periods Pain

કેરીની ગોટલીના ચૂરણને રાતના સમયે હૂંફાળા પાણી સાથે પીવાથી તમને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 

Constipation

વાળમાં ડેંડ્રફની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો તો કેરીની ગોટલીનો પાવડર બનાવીને હેર વોશ કરો, તેનાથી ડેંડ્રફ દૂર થઇ જશે. 

Hair Dandruff

કેરીની ગોટલીના ચૂર્ણને ફેસ પેકમાં ઉપયોગમાં લેવાથી તમે સ્કિનની સમસ્યાઓ દૂર કરી શકે છે. આ ઉપરાંત સ્કિન મોઇશ્ચરાઇઝ થાય છે. 

Skin Moisturiser

કેરીની ગોટલીથી ટૂથ પાવડર બનાવી શકાય છે. તેને હથેળી પર થોડી માત્રામાં લો અને ટૂથબ્રશને ભીનું કરીને તેમાં ડૂબાડો. પછી દાંતને બ્રશ કરો. આ પાવડર તમારા દાંતને હેલ્ધી રાખવામાં મદદ કરશે. 

Healthy Teeth

MORE  NEWS...

આ 2 પાન પીસીને વાળમાં લગાવી દો, એક કલાકમાં જ સફેદ વાળ એકદમ કાળા થઇ જશે

આ નાના અમથાં પાનમાં છુપાયોલું છે દવાઓનું કારખાનું, બીમારીઓનો છે કાળ