પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર યુવા શૂટર મનુ ભાકર દેશનું ગૌરવ બની ગઈ છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા
દેશ માટે બે મેડલ જીત્યા બાદ મનુ ભાકર પર પુરસ્કારોનો વરસાદ થયો હતો, આ સાથે તેને અનેક પ્રકારની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ડીલ્સ પણ મળી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેરિસ ઓલિમ્પિક પહેલા મનુ ભાકરની કુલ સંપત્તિ 60 લાખ રૂપિયા હતી.
રિપોર્ટ અનુસાર પેરિસ ઓલિમ્પિક બાદ મનુ ભાકરની નેટવર્થ વધીને 12 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. મેડલ જીત્યા બાદ તેને ઘણી જાહેરાતની ઓફર મળી છે
જેમાં ઠંડા પીણાની બ્રાન્ડ થમ્સ અપ પણ છે. એવું મનાય છે કે મનુએ થમ્સ અપ સાથે લગભગ 1.5 કરોડ રૂપિયામાં કરાર કર્યો છે.
પેરિસ ઓલિમ્પિક પહેલા મનુ ભાકર એક જાહેરાત માટે 8 લાખથી 30 લાખ રૂપિયા સુધી ચાર્જ લેતી હતી, પરંતુ હવે તેની બ્રાન્ડ વેલ્યુ લગભગ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
મનુને JSW ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલે MG Windsor ભેટમાં આપી હતી, જેમણે તમામ ભારતીય મેડલ વિજેતાઓને આ પુરસ્કાર આપવાનું વચન આપ્યું હતું.
મનુ ભારતમાં શૂટિંગની પોસ્ટર ગર્લ છે. તેની લોકપ્રિયતા તેના સોશિયલ મીડિયા પર પણ ઘણી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ અને X પર 1.5 લાખ ફોલોઅર્સ છે.
મનુ ભારત સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમનો પણ એક ભાગ છે. આ અંતર્ગત પેરિસ ઓલિમ્પિક માટે મનુ પર 1.68 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.