મનુ ભાકરે હિન્દી ગીત પર બાળકો સાથે કર્યો ડાન્સ

પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને શૂટિંગમાં ભારતનો ધ્વજ લહેરાવનાર મનુ ભાકર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

પેરિસ ઓલિમ્પિકની રાણી કહેવાતી આ યુવા શૂટરે પોતાના પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા છે.

આ ઉપરાંત તેને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા દેશભરમાંથી બોલાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન મનુ ભાકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ડાન્સ કરી રહી છે.

ઓલિમ્પિકથી પરત ફરીને મનુએ 'કાલા ચશ્મા' ગીત પર ડાન્સ કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

શાળાના બાળકો માટેના કાર્યક્રમમાં મનુને બોલિવૂડ સોંગ પર ડાન્સ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર મિક્સ ટીમ એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે

મનુ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીતવાની એકદમ નજીક પહોંચી ગઈ હતી પરંતુ જીતી શકી નહોતી