મનુ ભાકર DUની આ કૉલેજમાં અભ્યાસ કરે છે
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
મનુ ભાકર ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા.
22 વર્ષની મનુ ભાકર હરિયાણાના ઝજ્જર જિલ્લાની રહેવાસી છે.
તેમના પિતા રામ કૃષ્ણ ભાકર મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે.
મનુએ 14 વર્ષની ઉંમરે પિસ્તોલ શૂટિંગમાં હાથ અજમાવ્યો હતો.
મનુએ 'થાંગ તા' માર્શલ આર્ટમાં રાષ્ટ્રીય સ્તરે પણ મેડલ જીત્યો છે.
મનુએ તેમનું સ્કૂલ એજ્યુકેશન યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઝજ્જરમાંથી કર્યું હતું.
તે DUની લેડી શ્રી રામ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ કરી રહી છે.