આ કંપની Maruti Infrastructure Ltd છે. કંપનીના શેર આજે 3.35 ટકાની તેજીની સાથે 245 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે.
કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે, બોનસની સાથે-સાથે શેર વિભાજન માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. જો કે, એક્સચેન્જે કંપનીના શેરને ESM સ્ટેર 2માં રાખ્યો છે.
અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર, 1 પર 2 બોનસ શેર અને 1 શેરને 5 ટુકડામાં વહેંચવામાં આવશે.
એક્સચેન્જ પર આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ 2 ઓગસ્ટ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
ત્રણ મહિનામાં કંપનીના શેરનો ભાવ 30 ટકા, એક વર્ષમાં 100 ટકા અને ત્રણ વર્ષમાં શેર 500 ટકા વધ્યા છે.
કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ બંને કંપનીનું એકબીજા સાથે કોઈ કનેક્શન નથી. મારુતિ ઈન્ફ્રા EW હાઉસિંગ કારોબારમાં છે. કંપની ઘર બનાવે છે અને વેચે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.