સાઉથ કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઈએ આઈપીઓ લાવવા માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી દીધા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ભારતનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે.
હ્યૂન્ડાઈ આઈપીઓ દ્વારા 20-25 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પૂરો આઈપીઓ ઓફર ફોર સેલ દ્વારા આવશે.
હ્યુન્ડાઈ ભારતની સૌથી મોટી કાર નિર્માતાઓમાંથી એક છે. પરંતુ શું તે દેશની સૌથી મોટી કાર નિર્માતા છે? ઘણા લોકોને એવું લાગે છે કે, હ્યુન્ડાઈ ભારતની સૌથી મોટી કાર નિર્માતા છે.
તે ખોટું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારતની સૌથી મોટી કંપની મારુતિ-સુઝુકી છે. હ્યૂન્ડાઈ દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા છે.
મારુતિ ભારતની સૌથી મોટી કાર મેકર છે. તેની માર્કેટ કેપ 48.35 અબજ ડોલર છે. આ માર્કેટ કેપની દ્રષ્ટિએ તે દુનિયાની 381મીં સૌથી મૂલ્યવાન કંપની છે.
હ્યુન્ડાઈ એક સાઉથ કોરિયન કંપની છે, જેની માર્કેટ કેપ 48 અબજ ડોલર છે. માર્કેટ કેપના મામલે તે મારુતિ સુઝુકીથી પાછળ રહી જાય છે. તે દુનિયાની 384મીં સૌથી મૂલ્યવાન કંપની છે.
ટાટા મોટર્સ સંપૂર્ણ રૂપથી ટાટા ગ્રુપની માલિકીની કંપની છે. તેની માર્કેટ કેપ 43.62 અબજ ડોલર છે. તે માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાની 431મીં સૌથી મૂલ્યવાન કંપની છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો