ક્યાં આવેલું છે દુનિયાનું સૌથી જૂનું હિન્દુ મંદિર?
બિહારમાં માતા મુંડેશ્વરીનું મંદિર દુનિયાનું સૌથી જૂનું મંદિર છે.
મંદિરમાંથી મળેલા શિલાલેખ મુજબ તે ઈસ. 389નું છે, આ સાથે કેટલીક માન્યતાઓ પણ છે.
આ મંદિર બિહારના કૈમૂર જિલ્લામાં આવેલું છે.
શિલાલેખ પર સ્પષ્ટ લખ્યું છે કે મંદિરમાં રાખેલી મૂર્તિઓ ઉત્તર ગુપ્ત કાળની છે.
આ ઘણું જ રહસ્યમય મંદિર માનવામાં આવે છે.
આ મંદિરના પરિસરમાં એક ચંદ્રમુખી શિવલિંગ પણ છે જે દિવસમાં ત્રણવાર રંગ બદલે છે.
કહેવાય છે કે અહીં લોહી વહાવ્યા વગર બકારીની બલી અપાય છે.
માન્યતા અનુસાર આ વિસ્તારમાં ચંડ અને મુડ નામના અસુર રહેતા હતા, જે લોકોને પરેશાન કરતા હતા.
માતા ભવાની પૃથ્વીએ તેમનો વધ કરવા પહાડ પર આવ્યા, ત્યારથી અહીં માતા મુંડેશ્વરી દેવીનું મંદિર પ્રસિદ્ધ છે.