મહેસાણામાં ગાડા પર બિરાજમાન છે મેલડી માતા, જાણો શું છે માન્યતા

મહેસાણા જિલ્લામાં ધોળાસણ ગામમાં ગાડાવાળી માતાજીનું મંદિર આવેલું છે.

જ્યાં, ભક્તોની માનતા પુરી થાય તો માતાજીને લીલા નારિયેળના તોરણ ચડાવવામાં આવે છે.

વર્ષો પહેલાં અહીં રહેતા હસમુખભાઈ પટેલ પરિવારના પૂર્વજોએ માતાજીની ગાડા પર સ્થાપના કરી હતી.

માતાજી ગાડા પર બિરરાજમાન હોવાથી ગાડાવાળી માતાજી તરીકે ઓળખાય છે. 

મહેસાણા અમદાવાદ રોડ પર આવેલા તપોવન સ્કૂલની પાછળ ગાડાવાળી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે.

મા મેલડી અહીં ગાડા ઉપર બિરાજમાન છે. 

ગાડાવાળી મા મેલડીએ અનેક વખત ચમત્કારના પરચા પુરાવ્યાની લોક વાયકા છે. 

ભક્તોએ રાખેલી માનતા પુરી થતાં ભક્તો માતાજીને લીલા નારિયેળના તોરણ ચડાવે છે. 

હસમુખ પટેલના પૂર્વજો છેલ્લા 200 વર્ષથી માતાજીની આરાધના કરતાં આવ્યા છે. 

વર્ષો પહેલાં હાલના સમયે આવેલાં ધોળાસણ ગામની આસપાસના વિસ્તારમાં અકાળ જેવી સ્થિતી  સર્જાઈ હતી.

લોકો પોત પોતાનું રહેઠાણ છોડી અન્ય જગ્યાએ હિજરત કરી રહ્યા હતાં.

તે સમયે માતાજીએ અહીં11 દિવસમાં પાણી આવી જશે તેવી હાકલ કરી હતી. 

11 દિવસ બાદ વિસ્તારમાં બોરવેલ બનાવતા ત્યાંથી પાણી ફૂટ્યા હતાં.

બોરવેલમાંથી પાણી નીકળતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતાં અને માતાજીની સ્થાપના ગાડા પર કરી હતી.

દર રવિવાર અને મંગળવારના રોજ માતાજીના દર્શન કરવા અહીં ભારે ભીડ જામે છે. 

દર 3 વર્ષે ચૈત્ર મહિનામાં માતાજીના હુકમથી માંડવો કરવામાં આવે છે. 

ભક્તો માતાજીના માંડવામાં ઉલ્લાસભેર ભાગ લઈ ઉજવણી કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો