આ સંસ્થાએ કબ્રસ્તાનને બનાવી દીધું જંગલ

અમદાવાદ શહેરમાં પ્રદૂષણમાં ધરખમ વધારો થયો છે.

વધતા જતાં પ્રદૂષણના કારણે મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓને પણ નુકસાન પહોંચે છે. 

વૃક્ષનું વાવેતર કરવાથી આ પ્રદૂષણ સામે લડી શકાય છે. 

અમદાવાદની વિચરતા સમર્થન સમુદાય મંચ નામની સંસ્થા વૃક્ષારોપણનું કાર્ય કર્યું.

સાથે જ આવનારી પેઢી માટે નવું હરિયાળું વાતાવરણ આપવાનો પ્રયાસ કરે છે. 

વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક અને ટ્રસ્ટી મિત્તલ પટેલે 2019માં વૃક્ષારોપણ અભિયાનની શરુઆત કરી. 

શરુઆતમાં, સંસ્થાએ બનાસકાંઠાના ડીસા તાલુકાના એક ગામમાં સ્થિત કબ્રસ્તાનમાં 3000 વૃક્ષોનું વાવેતર કર્યુ હતું.

સંસ્થા દ્વારા વૃક્ષો વાવતા પહેલાં છોડની અને જમીનની પૂજા કરવામાં આવે છે. 

વૃક્ષોની કાળજી યોગ્ય રીતે થાય તે માટે સંસ્થાએ ગામના એક વ્યક્તિની પણ નિમણૂક કરી છે.

સંસ્થા દ્વારા આ વ્યક્તિને પગાર પણ આપવામાં આવે છે.

છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષોનો ઉછેર કરી રહ્યો છે અને વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તેની કાળજી રાખે છે. 

અત્યાર સુધી આ સંસ્થા દ્વારા 4 લાખ 72 વૃક્ષો વાવવામાં આવ્યા છે. 

સંસ્થાના સ્થાપક મિત્તલ પટેલ જણાવે છે કે, શહેરમાં માનવ વસાહતોમાં વધારો થયો છે. 

પરિણામે પ્રદૂષણનું સ્તર પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 

વૃક્ષોનું નિકંદન થવાથી જંગલના પ્રાણીઓને નુકસાન થયું છે. 

પર્યાવરણને બચાવવા માટે દરેક વ્યક્તિએ 159 વૃક્ષો વાવા જોઈએ. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો