મોહમ્મદ શમીનાં આ રેકોર્ડ કોઈ તોડી શકે એમ નથી, દુનિયાનો પહેલો આવો બોલર
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.
સતત 10 મેચ જીતીને ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે.
ટીમ ઈન્ડિયાને ફાઈનલ સુધી લઈ જવામાં મોહમ્મદ શમીની મોટી ભૂમિકા છે.
મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ વખત 5 વિકેટ લીધી છે.
શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં 7 વિકેટ ઝડપી હતી.
શમી હવે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. શમી આવું કરનાર ભારતનો પહેલો બોલર છે.
શમીએ માત્ર 17 મેચ રમીને 50 વર્લ્ડ કપ વિકેટ લીધી છે.
મોહમ્મદ શમીએ આ સાથે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો.
મિચેલ સ્ટાર્કે 19 મેચમાં વર્લ્ડ કપમાં 50 વિકેટ લીધી હતી.