મા મરી જાય તો દુઃખ તો થાય ને!  છેલ્લે સુધી છાતી સાથે  વળગેલો રહ્યો મર્કટ

માતા અને બાળક વચ્ચેનું બંધન વિશ્વમાં સૌથી મજબૂત બંધન છે.

માણસ હોય કે પ્રાણી, આ એક એવો સંબંધ છે જે લાગણીઓ સાથે જોડાયેલો છે.

સોશિયલ મીડિયા પર એક વાનર અને તેના બાળક વચ્ચેનાં બંધન  સંબંધની કહાની શેર કરવામાં આવી રહી છે.

વાનરો પોતાના બાળકો માટે અન્ય પ્રાણીઓ સાથે ઘણી વખત લડતા જોવા મળે છે.

આ વિડીયોમાં એક વાનરની માતા મરી ગયેલી બતાવવામાં આવી હતી.

માતાનાં મૃત્યુ પછી પણ બાળકે તેનો સાથ છોડ્યો નહોતો.

તે પોતાની માતા સાથે છેલ્લે સુધી વળગેલો જ રહ્યો હતો.

લોકોએ રસ્તનાં કિનારેથી વાનરનું મૃત શરીર ઉઠાવ્યું હતુ.

આ દરમિયાન તેનું બાળક માતા સાથે વળગેલું જ રહ્યું હતું. એ જોઈ ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા.