ભારત આવે છે
ચોમાસું
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની ગતિ તેજ છે
30 કે 31મી મેએ તે કેરળના કિનારે પહોંચે તેવી શક્યતા છે
તેને આગળ વધારનારી પરિસ્થિતિઓ સાનુકૂળ મનાઈ રહ્યી છે
હવામાન વિભાગને ચોમાસું સમયસર કેરળ પહોંચે તેવી આશા
બુધવાર રાતથી કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે
જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવવામાં હજુ એક અઠવાડિયું બાકી છે
દક્ષિણ કેરળ પર ચક્રવાતી દબાણ બનેલું છે
કેરળના કિનારેથી દૂર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનેલું છે
IMDએ કેરળમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે
એર્નાકુલમ અને ત્રિસુર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
જ્યાં બુધવાર રાતથી વરસાદ પડી રહ્યો છે જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત છે.