પહેલો વરસાદ થતા જ આ પાક ખેતરમાં વાવી દેજો,  500 કિલો મળશે ઉપજ;  નફો થઈ જશે ડબલ

દેશમાં રવિ પાકની સીઝન પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો હવે ખરીફ સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. 

ખરીફ સીઝનમાં આમ તો ઘણા બધા પાક ઉગાડવામાં આવે છે. આ પાકોમાંથી એક છે તુવેર, જેને તુવેરની દાળ પણ કહેવામાં આવે છે.

દેશના ઘણા રાજ્યોમાં તુવેરની ખેતી કરવામાં આવે છે. પરંતુ, ઘણીવાર ખેડૂતોને સારી ઉપજ ન મળવાના કારણે, નફો પણ ઓછો થાય છે.

એવામાં તુવેરની ખેતી પહેલાં સારી જાતો અને બીજોની પસંદગી કરવી બહુ જ જરૂરી છે, જેથી ખેડૂતોને સારી પેદાશ મળી શકે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જો બિરસા તુવેરની ત્રણ જાતો સાથે ખેતી કરવામાં આવે તો ખેડૂતોને સામાન્ય કરતાં 15 ટકા વધુ નફો મળી શકે છે.

આ ખાસ જાતની ખેતીમાં પ્રતિ એકર 8 કિલો બીજની આવશ્યકતા હોય છે. જેનાથી ખેડૂતો 5 ક્વિન્ટલ એટલે કે, 500 કિલો સુધી પેદાશ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી ખેડૂતો સિઝનમાં સરળતાથી 40થી 50 હજાર રૂપિયા કમાઈ શકે છે.

તુવેરની ખેતીની શરૂઆત જૂન મહિનાના પહેલા વરસાદ બાદ કરી શકાય છે, ત્યારબાદ માર્ચ સુધી પાક તૈયાર થઈ જાય છે.

અહીં ધ્યાન આપનારી વાત એ છે કે, જો આ ખેતીમાં વિલંબ કરવામાં આવે, તો તે હિસાબથી પાક પણ મોડેથી તૈયાર થાય છે. જેનાથી ઉપરમાં ઘટાડો આવી શકે છે. એવામાં સમય પર પાકની વાવણી અને કાપણી કરો.

વાવમીના સમયે આ વાતનું રાખો ધ્યાન- તુવેરની ખેતી કરતા સમયે ખેડૂતોએ ધ્યાન આપવું જોઈએ કે, છોડને 20 સેન્ટિમીટરના અંતરે લગાવવા આવશ્યક છે. 

તેનાથી બીજ દર પણ ઘટે છે. તે પણ મહત્વપૂર્ણ છે કે, ખેડૂતો વાવમી પહેલા બીજ ઉપચાર જરૂર કરે. બીજની માવજત કરવાથી રોગોનું પ્રમાણ ઘટે છે.

આ માટે ખેડૂતોએ કાર્બેન્ડાઝીમ નામની દવાનો ઉપયોગ કરવો જોઈએ, જે બિયારણમાં ભેળવીને ચાર કલાક સુધી સંદિગ્ધ જગ્યાએ રાખવામાં આવે છે. આ પછી જ વાવણી કરવી જોઈએ, જેના કારણે બીજને કોઈ રોગ લાગતો નથી.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...