સુકાભટ્ટ રણ પર છવાઈ ગઈ લીલીછમ ચાદર
જુઓ રમણીય નજારો
કચ્છ ગુજરાતનું એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને ડુંગર એકસાથે જોવા મળે છે.
પ્રાકૃતિકવિવિધતા ધરાવતા આ જિલ્લાનું રણ અનોખી વિશેષતા ધરાવે છે.
અહીંનું રણ મીઠા વડે બનેલું છે.જેના કારણે મોટાભાગનું રણ સફેદ છે.
હાલ ચોમાસા દરમિયાન કચ્છનાબન્ની વિસ્તારમાંઘાસનું ભરપૂર વાવેતર થતાં સર્વત્ર હરિયાળી છવાઈ છે.
કચ્છના રણ નજીક આવેલા બન્ની વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું ઘાસિયા મેદાન આવેલું છે.
ઉનાળામાં રણ જેવો જ લાગતો આ સુકો પ્રદેશ ચોમાસામાં સારા વરસાદના કારણે લીલી ચાદર ઓઢી લે છે.
વન વિભાગ દ્વારા આ ઘાસિયા મેદાનમાં ચોમાસા પૂર્વે ઘાસનું વાવેતર કરવામાં આવે છે.
ચોમાસામાં સારો વરસાદ વરસતા આ ઘાસિયા મેદાનમાં લાખો કિલો ઘાસનું ઉત્પાદન થાય છે.
ગત વર્ષે પણ સારા વરસાદના કારણે બન્નીના ઘાસિયા મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું.
જેમાંથી આઠ લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ દ્વારા સરકારી ગોદામમાં સાચવવામાં આવ્યું હતું.
તો તે ઉપરાંત લગભગ 20 લાખ કિલોગ્રામ જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષે પણ બન્નીમાં 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
જેમાંથી સર પ્રમાણમાં ઘાસનું ઉત્પાદન થશે તેવી વન વિભાગને આશા છે.
આ વર્ષે સમગ્ર કચ્છ જિલ્લામાં સીઝનનો સૌથી સારો વરસાદ વરસ્યો છે.
બન્ની ગ્રાસલેન્ડ ધરાવતા ભુજ તાલુકામાં પણ 1992થી 2022 સુધીના વરસાદનું સરેરાશ જોતા વર્ષે 17.36 ઇંચ વરસાદ નોંધાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...