વરસાદમાં મોજ પડી જાય એવો છે ખંભાળિયા ધોધ

ચોમાસામાં ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.

વનરાજી લીલીછમ બની ગઇ છે અને ખેતરોમાં વાવણી કરેલ બીજ હવે ઉગી નીકળ્યા છે.

તો કેટલાક સ્થળોએ કુદરતી ધોધ પણ જોવા મળે છે જેમાં ઝરણાંનો કર્ણપ્રિય અવાજ મનને શાંતિ આપે છે. 

આવો જ એક ધોધ જામનગરથી માત્ર 35 કિલોમીટર દૂર આવેલું છે. આ ધોધનું નામ છે ખડ ખંભાળિયાનો ધોધ. 

અન્ય ધોધની જેમ આ ધોધ મોટો નથી પરંતુ આ ધોધ ખૂબ જ સુંદર છે જે જોવા માટે જામનગરથી લોકો અહીં રજામાં પહોંચી આવે છે.

માત્ર ચોમાસામાં જ જોવા મળતો લાલપુર તાલુકાનો ખડ ખંભાળિયાનો ધોધ એકદમ કુદરતી છે. 

અહીં ચોમાસામાં નાગમતી નદી જ્યારે હિલોળા લેતી અહીંથી પસાર થાય છે ત્યારે ધોધનો સ્વરૂપ ધારણ કરે છે. 

આ નાગમતી નદી અહીંથી પસાર થઈને જામનગરની જીવાદોરી સમાન એવા રણજીત સાગર ડેમમાં જઈને ભળી જાય છે.

અહીં ખડક પરથી પાણી પડે છે જ્યાં પ્રવાસીઓ ન્હાવાની મોજ માણે છે.

આસપાસ નદીનું વાતાવરણ આ સ્થળને વધુ રમણીય બનાવે છે.

છેલ્લા કેટલાક વર્ષથી આ સ્થળ જામનગરવાસીઓ માટે પિકનીકનું સ્થળ બની ગયું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો