વિશ્વમાં આ ધર્મમાં સૌથી વધુ બાળકોનો થઈ રહ્યો છે જન્મ

વિશ્વભરમાં ઘણા ધર્મો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કયા ધર્મમાં સૌથી વધુ બાળકો જન્મે છે?

પ્યુ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે સૌથી વધુ બાળકો ઇસ્લામ ધર્મમાં જન્મી રહ્યા છે.

ઇસ્લામમાં, સ્ત્રી દીઠ સરેરાશ 3.1ના દરે બાળકોનો જન્મ થાય છે. ઇસ્લામ વિશ્વમાં સૌથી ઝડપથી ફેલાતો ધર્મ છે. 

આ પછી, ખ્રિસ્તીઓમાં એક મહિલા દીઠ 2.7 બાળકો છે. જ્યારે હિંદુઓ અને યહૂદીઓ 2.4 પ્રતિ મહિલા પ્રજનન દર સાથે બીજા સ્થાને છે.

બૌદ્ધ ધર્મમાં, સ્ત્રી દીઠ 1.6 ટકાના દરે બાળકોનો જન્મ થાય છે. આ સિવાય અન્ય ધર્મોમાં પ્રતિ મહિલા 1.7 ટકાના દરે બાળકોનો જન્મ થાય છે.

માહિતી અનુસાર, વિશ્વની વસ્તીનું સંતુલન જાળવવા માટે, પ્રતિ મહિલા 2.1 ટકાના દરે બાળકો પેદા કરવા જરૂરી છે.