કયા દેશમાં છે સૌથી ઊંચી ઈમારતો અને ભારતનું સ્થાન ક્યાં?

સ્કાય સ્ક્રેપર્સની બાબતમાં ચીન નંબર-1 છે. અહીં 3314 ગગનચુંબી ઈમારતો છે. જેમાંથી 120ની ઉંચાઈ 300 મીટરથી વધુ છે.

ગગનચુંબી ઈમારતોની બાબતમાં અમેરિકા બીજા સ્થાને છે. અહીં 899 ગગનચુંબી ઇમારતો છે. એક તૃતીયાંશ ગગનચુંબી ઇમારતો ન્યુ યોર્ક શહેરમાં છે.

સૌથી વધુ ગગનચુંબી ઇમારતોવાળા દેશોમાં UAE ત્રીજા ક્રમે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે. જેની ઉંચાઈ 828 મીટર છે.

મલેશિયા 295 ગગનચુંબી ઈમારતો સાથે ચોથા સ્થાને છે. તે એશિયાનો સૌથી વધુ ગગનચુંબી ઈમારતો ધરાવતો દેશ છે.

સૌથી વધુ ઊંચી ઇમારતો ધરાવતા દેશોની યાદીમાં જાપાન પાંચમા સ્થાને છે. અહીં 283 ગગનચુંબી ઈમારતો છે.

દક્ષિણ કોરિયામાં 277 ગગનચુંબી ઇમારતો છે. જેમાંથી 7 ઈમારતોની ઉંચાઈ 300 મીટરથી વધુ છે. તે યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

કેનેડા 159 ગગનચુંબી ઈમારતો સાથે સાતમા સ્થાને છે. તેનો મોટાભાગનો વિકાસ શહેરો પર કેન્દ્રિત છે. પરંતુ એક પણ બિલ્ડિંગની ઊંચાઈ 300 મીટર નથી.

ગગનચુંબી ઈમારતો ધરાવતા દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા આઠમા નંબરે છે. અહીં 158 ગગનચુંબી ઈમારતો છે. બે ઈમારતોની ઊંચાઈ 300 મીટરથી વધુ છે.

આ યાદીમાં ભારત 122 ગગનચુંબી ઈમારતો સાથે 12મા નંબરે છે. અહીં માત્ર એક જ ઈમારત છે જેની ઉંચાઈ 300 મીટરથી વધુ છે.