તમામ ફોર્મેટમાં સૂર્યાનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ

સૂર્યકુમારે શ્રીલંકા પ્રવાસથી T20 ટીમની ફુલ ટાઈમ કેપ્ટનશીપની શરૂ કરી હતી.

સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે શ્રીલંકાને 3 મેચની T20 સીરિઝમાં વ્હાઈટ વૉશ કર્યો હતો

આ ખેલાડીએ બાંગ્લાદેશ સામે પણ કેપ્ટન તરીકે જીત સાથે શરુઆત કરી છે.

સૂર્યાએ કૂલ 11 T20 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે, જેમાં એક્ટિંગ કેપ્ટનનો રેકોર્ડ પણ સામેલ છે.

તેણે 11 ટી20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ભારતે 9 મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સૂર્યાએ રણજી ટ્રોફીમાં 6 મેચમાં મુંબઈની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેણે 1 જીતી છે અને 2માં હારનો સામનો કર્યો છે.

સૂર્યાએ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં 16 મેચોમાં મુંબઈની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 10 જીતી છે.

તેણે એક વખત આઈપીએલમાં એક્ટિંગ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સ જીતી હતી.

હવે એ જોવાનું છે કે આગામી ટી20 વર્લ્ડ કપ સુધી સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપનો મોકો મળે છે કે નહીં.