મુક્કા પ્રોટીન્સે આઈપીઓના એક લોટમાં 535 શેર મૂક્યા છે. જેથી એક રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 14,980 રૂપિયાનો દાવ લગાવવો પડશે.
રિટેલ રોકાણકારો વધારેમાં વધારે 23 લોટ પર જ દાવ લગાવી શકશે. કંપનીમાં પ્રમોટર્સની 100 ટકા હિસ્સેદારી છે.
ઈન્વેસ્ટર ગેઈનની રિપોર્ટ અનુસાર, ગ્રે માર્કેટમાં આઈપીઓ આજે 17 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જે પ્રમાણે આઈપીઓ 45 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.
લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો પહેલા જ દિવસે રોકાણકારોને 60 ટકાથી વધારેનો ફાયદો થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.