મલ્ટીબેગર કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બનશે

બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બુધવારે તેમની બેઠક બાદ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે.

બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે કંપનીના શેરોને 1:10ના રેશિયોમાં શેર વિભાજિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

કંપનીના બોર્ડે 27 ઓક્ટોબરને સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

MORE  NEWS...

‘પાર્ટી તો બનતી હે’! 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી મંજૂરી, હવે 1 શેરના 10 શેર બનશે

એવું તો શું થયું કે ગુજરાતની કંપનીના ખાડે ગયેલા શેર ફરી રોકેટ બન્યા અને 6 મહિનામાં લગાવી 300%ની છલાંગ?

ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેર કેટલીક મિનિટની અંદર ઉછળ્યા અને એનએસઈ પર 523 રૂપિયા પ્રતિ શેરની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા હતા.

કંપની તરફથી બુધવારે આપવામાં આવેલા એક નિવેદન અનુસાર, પ્રત્યેક શેરને 10 જુદા-જુદા ભાગોમાં વિભાજિત કરવા માટે 27 ઓક્ટોબરને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

કંપનીના પ્રત્યેક શેરનું વર્તમાન અંકિત મૂલ્ય 10 રૂપિયા છે અને વિભાજન બાદ પ્રત્યેક શેરનું મૂલ્ય 1 રૂપિયો રહી જશે.

ગત 5 વર્ષોમાં આ શેર 325 ટકા વધ્યો છે. તેનો અર્થ છે કે, આ દરમિયાન શેરે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.