D-List થવા જઈ રહ્યો છે મલ્ટીબેગર સરકારી શેર

લમ્બ્રેટા, વિજય ડિલક્સ અને વિજય સુપર જેવા સ્કૂટર માટે પ્રખ્યાત રહેલી સરકારી ક્ષેત્રની ઓટો મોબાઈલ કંપની સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડના શેર ડી-લિસ્ટ થવા જઈ રહ્યા છે.

કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણકારી આપી છે. કંપનીએ આ સંબંધમાં એક જાહેરાત પણ બહાર પાડી છે.

સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડ જણાવ્યું કે, કોર્પોરેશન પ્રોફેશનલ્સ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડે બીએસઈને સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડના ઈક્વિટી શેરોને સ્વેચ્છાથી ડીલિસ્ટિંગ માટે જાહેરાતની કોપી સોંપી છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડના સાર્વજનિક શેરધારક 6.13 ટકા ઈક્વિટી શેરોનું વેચાણ કરી રહ્યા છે. આ હેઠળ 31.78 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર પર વેચાણ કરવામાં આવશે.

જાણકારી અનુસાર, કંપનીના શેરની વર્તમાન કિંમત 65.73 રૂપિયા છે. આ શુક્રવારે એક દિવસે પહેલા તે 5 ટકા ઘટીને બંધ થયા હતા.

વાર્ષિક આધાર પર શેર 120 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે. 6 મહિનામાં શેરે 125 ટકાનું રિટર્ન આપ્યું છે. 

સપ્ટેમ્બર ક્વાટરમાં સ્કૂટર્સ ઈન્ડિયાની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે રાષ્ટ્રપતિના કંપનીમાં 8,19,24,029 શેર છે. તે લગભગ 93.87 ટકા જેટલી હિસ્સેદારી છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.