ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર બ્રેડથી દૂર રહેવાનું કહેવામાં આવે છે, પછી તે ટોસ્ટ હોય કે સેન્ડવીચ.
જો તમે બ્રેડના શોખીન છો અને ડાયાબિટીસના દર્દી પણ તો તમારે ઈચ્છાઓને કાબૂમાં રાખવાની જરૂર છે.
પરંતુ જો તમે ઇચ્છો તો બ્રેડના કેટલાક વિકલ્પો શોધી શકો છો જે તમારા માટે આરોગ્યપ્રદ અને પોષક તત્વોથી ભરપૂર છે.
અમે તમને એવી બ્રેડ વિશે જણાવી રહ્યા છીએ જે ન પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેમાં રહેલું ફાઈબરનું પ્રમાણ, વિટામિન્સ અને મિનરલ્સ બ્લડ સુગરને કાબૂમાં રાખી શકે છે.
મલ્ટિગ્રેઈન બ્રેડમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેથી શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
આ બ્રેડ પોષણ મૂલ્યમાં વધારો કરવાની સાથે ગ્લાયકેમિક ઇન્ડેક્સને ઘટાડે છે.
આ બ્રેડ પાણીમાં પલાળેલા અનાજ, કઠોળ અને બીજમાંથી બને છે. જેને ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધશે નહીં.
ફર્મેન્ટેશનની પ્રક્રિયા બ્રેડના ગ્લાયકેમિક ઇન્ડેક્સને ઘટાડવાનું કામ કરે છે. અને આંતરડામાં સારા બેક્ટેરિયા આવે છે.