બાપ્પાને ઘરે લાવતી વખતે આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન

ભાદ્રપદના શુક્લ પક્ષમાં ચતુર્થીના દિવસે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે.

આ દિવસોમાં, બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને ખૂબ જ વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે.

આ વર્ષે ગણેશ ચતુર્થી 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 12:39 વાગ્યાથી શરૂ થશે.

તેથી, ચતુર્થી 19 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 01:43 વાગ્યે સમાપ્ત થશે.

હંમેશા બાપ્પાની ડાબી સૂંઢની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

બાપ્પાના હાથમાં મોદક હોવો જોઈએ, તેમજ સાથે તેમનો વાહક ઉંદર પણ હોવો જોઈએ.

જો મૂર્તિનો રંગ લાલ હોય તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. સફેદ મૂર્તિ શાંતિ લાવે છે.

બાપ્પાનું મુખ ઉત્તર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં લક્ષ્મી અને મહાદેવનો વાસ હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)