પેરિસ ઓલિમ્પિકની 10 યાદગાર ક્ષણ

સર્બિયાના નોવાક જોકોવિચે ઓલિમ્પિકમાં વિરોધીઓને ટક્કર આપીને ગોલ્ડ જીત્યો છે.

ભારતની વિનેશ ફોગટે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની યુઈ સુસાકીને હરાવીને ગજબની રમત બતાવી હતી

બ્રિટનના એન્ડી મરીએ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરીને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો

બ્રિટનના ડ્રાઈવર્સ ટોમ ડેલી અને નોહ વિલિયમ્સે સિલવર મેડલ જીતીને આ રીતે જીતની ઉજવણી કરી હતી

અલ્જેરિયાની બોક્સર ઈમાને ખલિફે એન્જલા કેરિનીને હરાવીને મહત્વની જીત હાંસલ કરી હતી

કેનેડાની એલિસા ન્યૂમેને મહિલા પોલ વોલ્ટમાં ભાગ લીધો હતો.

ટર્કીના શૂટર યુસુફ ડિકેકે સુપર કૂલ અંદાજમાં મેડલ જીતીને ચર્ચામાં આવ્યા હતા

બ્રિટનની કીલી હોજકિંગસને 800 મીટરમાં જીત હાંસલ કરીને ગોલ્ડ મળ્યાની ઉજવણી કરી હતી.

ચીલીની ફ્રેન્સિકા ક્રોવેટિયા મહિલા સ્કીટની ફાઈનલમાં પહોંચી હતી.

અમેરિકાની સિમોન બિલ્સે ઓલિમ્પિકની જિમ્નેસ્ટિક ઈવેન્ટમાં શાનદાર પરફોર્મન્સ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

ભારતના નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં સતત બીજા વર્ષે મેડલ જીત્યો છે, જોકે, આ વર્ષે તેને સિલ્વર મેડલ જીત્યો છે.