અહીંની ભેળ ખાવા લોકો કરે છે પડાપડી

અમરેલીમાં ચકાભાઈની ભેળ ખૂબ જ પ્રખ્યાત છે. 

તેઓએ વર્ષ 1971માં ભેળ વેચવાની શરુઆત કરી હતી.

આજે તેમની ત્રીજી પેઢી આ ભેળનો વ્યવસાય ચલાવી રહ્યા છે. 

શરુઆતમાં તેઓ પાંચ અને દસ પૈસામાં ભેળ વેચતા હતાં.

આજે અહીં આ ભેળની ડીસના 40 રુપિયા ભાવ છે. 

લોકો અહીં ખૂબ જ ઉત્સાહભેર ભેળ ખાવા માટે આવે છે. 

સવારે નવથી સાંજે નવ વાગ્યા સુધી આ દુકાન શરુ રહે છે. 

દુકાન બંધ થાય ત્યાં સુધી અહીં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી.

અહીં ભેળની સાથોસાથ લોકો પાણીપુરીનો પણ સ્વાદ માણે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો