કચ્છી માડુઓના હ્રદયમાં રાજ કરે છે આ શાહી પકવાન

કચ્છમાં શાહી પકવાન ખૂબ જાણીતી વાનગી છે.

ખાણી-પીણીના શોખીન કચ્છી માડુઓને આ પકવાન ખાસ જોઈએ.

એક સમયે કચ્છના શાહી દરબારમાં આ ફરસાણ પેશ કરાયુ હતું. 

આજે આ ફરસાણ કચ્છીઓના રોજિંદા નાસ્તાનો ભાગ બની ગયો છે. 

માત્ર કચ્છી જ નહીં પરંતુ, દેશ-વિદેશથી આવતા લોકો પણ તેનો સ્વાદ જરુર માણે છે. 

આજથી લગભગ 125 વર્ષ પહેલાં કચ્છના રાજદરબારમાં શાહી કંદોઈ વેલજી કારાએ પહેલીવાર આ પકવાન બનાવ્યા હતાં.

આ સ્વાદિષ્ટ ફરસાણથી મહારાઓ ખૂબ જ ખુશ થયા હતાં.

આ સાથે આ પકવાન સામાન્ય પ્રજા માટે પણ શરુ કરવામાં આવ્યા હતાં.

હાલ, આ પકવાન કચ્છીઓના હ્રદયમાં રાજ કરે છે. 

આજે વેલજી કારાની પાંચમી પેઢી આ પકવાનના વેપાર સાથે જોડાયેલી છે. 

આ પકવાન બનાવવામાં કચ્છના પાણી અને કચ્છની હવા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

આ કારણોથી કચ્છ બહાર બનાવવામાં આવતા પકવાનમાં કચ્છી પકવાન જેવો સ્વાદ મળતો નથી. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો