દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન જોઈએ છે?

આજના સમયમાં ઘણા યુવાનો જલ્દી રિટાયરમેન્ટ ઈચ્છે છે, તો એવામાં 25-30 વર્ષની ઉંમરથી જ બચત શરૂ કરી દે છે. 

ઘણા લોકો વિચારે છે કે, પછી બચત કરશે. ઘણા લોકો 40 વર્ષના થયા બાદ ફ્યૂચર પ્લાનને લઈને સજાગ હોય છે.

જો તમે પણ આમાંથી એક છો, તો ગભરાવવાની જરૂર નથી. તમે આ ઉંમરમાં રોકાણ શરૂ કરીને મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકો છો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જો તમે 40 વર્ષમાં રોકાણ શરૂ કરીને 55 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગો છો, તો 15x15x15નો ફોર્મુલા તમારા કામમાં આવી શકે છે.

તમે આ ફોર્મુલાથી માત્ર 15 વર્ષમાં 1 કરોડ રૂપિયા એકત્રિત કરી શકો છો અને 55 વર્ષની ઉંમરમાં દર મહિને લાખો રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. 

15x15x15નો ફોર્મુલા મ્યુચ્યુઅલ ફંડ SIP સાથે જોડાયેલો છે. તેનો અર્થ છે કે, 15 વર્ષ સુધી દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ રોકાણ પર 15 ટકા વાર્ષિક વ્યાજ મળવું જોઈએ. 

સામાન્ય રીતે પગારના 30 ટકા દર મહિને રોકાણ કરવું જોઈએ. ઉદાહરણ માટે તમારો પગાર હાલ 50000 રૂપિયા મહિના છે, તો એવામાં દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 

સરેરાશ 15 ટકા વાર્ષિક વ્યાજના હિસાબથી 15 વર્ષમાં રોકાણકારોને લગભગ 1 કરોડ રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે, આ દરમિયાન તમારા દ્વારા રોકવામાં આવેલી રકમ 27 લાખ રૂપિયા જ છે. 

હવે આ 1 કરોડની રકમને સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાનમાં નાખવા પર દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મળી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.