અવકાશમાં મળી આવી રહસ્યમય વસ્તુઓ, સાઇઝમાં એક મોટા ગ્રહ જેટલી મોટી!
વૈજ્ઞાનિકોએ અવકાશમાં 40 આશ્ચર્યજનક વસ્તુઓ જોઈ છે.
આ તમામ પદાર્થોનું કદ લગભગ ગુરુ ગ્રહ જેટલું વિશાળકાય છે.
આની શોધ વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ, જેમ્સ વેબ સ્પેસ (JWST) દ્વારા કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિકોએ આ પદાર્થને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ એટલે કે જમ્બો(JUMBOs) નામ આપ્યું છે.
JWSTને ઓરિઅન નેબ્યુલાના સર્વેક્ષણ દરમિયાન આ પદાર્થો જોવા મળ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે તેઓ અવકાશમાં મુક્તપણે તરતા હોય છે.
યુરોપીયન સ્પેસ એજન્સી (ESA) એ આ પદાર્થો અંગે બે સંભવિત દલીલો આપી છે.
પ્રથમ એ છે કે આ વસ્તુઓ એવા વિસ્તારની હોઈ શકે છે જે સ્ટાર બનવા માટે અપૂરતી હતી.
તારાઓએ રચના દરમિયાન આ પદાર્થોને પોતાનાથી દૂર ખસેડ્યા હશે એવું વૈજ્ઞાનિકોનું અનુમાન છે.