આ કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બની જશે

ગત એક વર્ષ દરમિયાન રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપનારી કંપનીના શેરના ટુંકડા થવા જઈ રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ, નંદમ ડેનિમ લિમિટેડની. કંપનીના શેરોને 10 હિસ્સામાં વહેંચવામાં આવશે. 

આ સ્ટોક સ્પ્લિટ બાદ શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર રહી જશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જાણકારી અનુસાર, ટુંકડામાં વહેંચાવવા જઈ રહેલા આ શેરનો ભાવ 50 રૂપિયાથી પણ ઓછો છે.

કંપનીની બોર્ડ મીટિંગ 17 જૂન એટલે કે આજે થઈ હતી. ત્યારબાદ કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે.

કંપનીએ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. આવનારા સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.  

કંપનીએ 22 માર્ચ 2022ના રોજ એક્સ બોનસ તરીકે ટ્રેડ કર્યુ હતું. ત્યારે કંપનીએ 1 શેર પર 2 બોનસ શેર આપ્યા હતા.

19 જૂન બુધવારના રોજ નંદન ડેનિમ લિમિટેડના શેર 55.35 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.