નવરાત્રીના 9 દિવસ ભૂલથી પણ ન કરતા 6 કામ

શારદીય નવરાત્રી 15 ઓકોટબરથી શરુ થઇ રહી છે. નવરાત્રીમાં નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે.

લોકો આ દિવસે વ્રત રાખે છે. પરંતુ નવરાત્રી દરમિયાન કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી માતા નારાજ થઇ જાય છે.

નવરાત્રીના દિવસોમાં ઘર પર લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વસ્તુના સેવનથી માતા નારાજ થઇ જાય છે.

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ

જો તમે ઘટસ્થાપાના કરી છે તો ધ્યાન રાખો કે ઘર ખાલી ન રહે.

નવ દિવસ સુધી માતાની સામે પ્રગટવા વાળી અખંડ જ્યોત ઓલાવી ન જોઈએ. આ ખુબ અશુભ માનવામાં આવે છે. માટે જો તમે ઘર પર અખંડ જ્યોત કરી રહ્યા છો તો એનું વિશેષ ધ્યાન રાખો.

માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ સુધી વાળ કાપવા જોઈએ નહિ.એ ઉપરાંત નખ અને પુરુષોએ દાઢી મૂછ પણ ન કરવાવવું જોઈએ. એનાથી દુર્ગા માની સંપૂર્ણ કૃપા મળતી નથી.

ભારતમાં કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે નવરાત્રીમાં કન્યા પૂજાની વિશેષ મહત્વ છે. આ દિવસે ભૂલથી પણ કન્યાઓનું દિલ દુખાવવું નહિ.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઝગડા અને હિંસાથી દૂર રહો. કારણ કે એનાથી માતા દુર્ગા નારાજ થઇ જાય છે. માટે કોશિશ કરો કે તમે કોઈ વિવાદમાં ન ફસાવો.

નવરાત્રીના દિવસોમાં કાળા રંગના કપડાં પહેરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા રંગના કપડાં પહેરી પૂજા કરવાથી માતા નારાજ થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ