કળશ વિસર્જનના જાણી લો નિયમો, આ વાતનું રાખજો ધ્યાન

નવરાત્રીમાં કળશ વિસર્જન દરમિયાન ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઇએ.

કળશમાં ભરેલું જળ, નાળિયેર, ચુંદડી, અક્ષત વગેરેનું શું કરવું જોઇએ. 

વિજયાદશમીના દિવસે કળશ વિસર્જન પહેલા તેની પૂજા કરવામાં આવે છે.

કળશની નીચે મૂકેલા અક્ષતને મુઠ્ઠીમાં લઇને ઘરમાં છાંટો.

કળશમાં મૂકેલા સિક્કા કાઢીને માથા પર સ્પર્શ કરો. 

તેનાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે: જ્યોતિષાચાર્ય પંડિત પ્રદીપ આચાર્ય.

કળશમાં મૂકેલી ચુંદડીને તમારા ઘરની સ્ત્રીને આપની જોઇએ. 

કળશની ઉપર મૂકેલા નાળિયેરને વધેરીને તેનો પ્રસાદ લોકોને આપો.

કળશ વિસર્જન દરમિયાન જયંતીનું પણ ખૂબ જ મહત્વ છે.