બેરોજગાર વૃદ્ધ જ બન્યા રોજગાર આપનાર

કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાત નવસારીના 72 વર્ષિય શેખરભાઈ શેટ્ટીએ સાચી કરી બતાવી છે.

અથાક મહેનત થકી તેઓએ સાબિત કર્યું છે કે, સફળતાનો શિખર કોઈ પણ ઉંમરે સર કરી શકાય છે.

મૂળ દક્ષિણ ભારતના વતની શેખરભાઈ શેટ્ટી તેમના પરિવાર સાથે વર્ષો પહેલાં નવસારીમાં સ્થાયી થયા હતા.

નવસારી શહેર ખાતેની એક ખાનગી હોટલમાં 30 વર્ષ સુધી તેઓએ નોકરી કરી હતી.

તેઓ 1980થી લઈને 2000 સુધી ખાનગી હોટલમાં તેઓ રસોઈ બનાવવાનું કાર્ય કરતા હતા. ત્યાં તેઓને 300 રૂપિયાનો પગાર મળતો હતો.

અમુક કારણોસર હોટલ બંધ થતા શેખરભાઈની નોકરી છૂટી ગઈ હતી.  રોજગારીનું સાધન છિનવાઈ જતા શેખરભાઈ ચિંતામાં મૂકાયા હતા.

રોજગારનું યોગ્ય સાધન ન મળતાં શેખરભાઈનો પરિવાર પણ વિખેરાઈ ગયો હતો.

નવસારીની અનેક હોટલમાં તેઓએ નોકરી માટે ધક્કા ખાધા હતા, પરંતુ મોટી ઉંમરના હોવાના કારણે કોઈ પણ જગ્યાએ તેઓને નોકરી મળી નહીં.

 પરિણામે તેઓએ પોતાનો ધંધો ચાલુ કરવાનું વિચાર્યું અને ઢોસાના વેચાણ કરવાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

તેઓ પાસે ઢોસા બનાવવાનો 45 વર્ષનો અનુભવ હતો. શેખરભાઈનું મન મક્કમ હતું.

તેઓએ નવસારીમાં લાઈબ્રેરી પાસે રાધાક્રિષ્ણ નામે લારી શરૂ કરી હતી.

લોકોના સાથ સહકારના કારણે તેઓની લારી ધમધોકાર ચાલે છે. આજે તેમના ત્યાં ઢોસા ખાવાની લાઈન લાગે છે.

એક સમયે નોકરી માટે ગલી ગલી ફરતા શેખરભાઈએ આજે પોતે આત્મનિર્ભર બન્યા છે.

તેઓએ પોતાના ત્યાં અન્ય 5 લોકોને રોજગારી આપી છે. આજે આ વૃદ્ધ અન્ય લોકોના માટે પ્રેરણાની મૂર્તિ બન્યો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો